મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન


SHARE







મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન

નર્મદાની માળીયા કેનાલના આધારે ખેડૂતોએ પોતાન ખેતરમાં કપાસનું વાવેતર કરી નાખ્યું હતું  જો કે, નર્મદાની કેનાલમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સિચાઈનું પાણી આવી રહ્યું નથી જેથી ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે માટે વહેલી તકે તેઓને સિંચાઈ માટેનું પાણી મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સાથોસાથ કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય કે પાણી બકનળી મૂકીને ખેંચવામાં આવતું હોય તો તે બકનળીઓ બંધ કરીને છેવડાના ગામ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાશે.

દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ માળીયા તાલુકાનાં વિશાલનગર, સુલ્તાનપુર, વાધરવા, ખીરઇ, પંચવટી, માણાબામ વિજયનગર, ચિખલી સહિતના ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી આવશે તેવી અપેક્ષા સાથે વાવતેર કર્યું હતું જો કે, છેલ્લા ચાર દિવસથી કેનાલમાં પાણી આવી રહ્યું નથી. જેથી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે અને જો કપાસના પાક માટે બીજા પાણનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે આગોતરા પાકનું વાવેતર કર્યું છે પરંતુ તેઓને સીંચાઈનું પાણી ન મળતા હાલમાં ખેડૂતોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે. ત્યારે માળિયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.






Latest News