મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારા કમ્ફર્ટ હોટલના જુગાર તોડકાંડમાં પકડાયેલ પીઆઇના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







ટંકારા કમ્ફર્ટ હોટલના જુગાર તોડકાંડમાં પકડાયેલ પીઆઇના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લાના ટંકારાના તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવેલ હતો જે ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરીના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે અને તેના રિમાન્ડ પૂરા થતા આજે ફરધર રિમાન્ડની માંગણી સાથે આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઇના કાલે સાંજ સુધીમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સાત શખ્સોને રૂમમાંથી પકડવામાં આવ્યા હતા અને બે ડ્રાઈવર  સહિત કુલ નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જો કેએક આરોપીને ફરાર દર્શાવવામાં આવેલ હતો અને કુલ 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જો કેફરિયાદમાં આરોપીના ખોટા નામ લખવાનાઆરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના વિગેરે બાબતે જુગાર રમતા પકડાયેલ શખ્સો પાસેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો જે ગુનામાં આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જેના આજરોજ રિમાન્ડ પુરા થતા હોય તપાસનીસ અધિકારી વી.વી. રબારી દ્વારા આરોપીને ફરધર રિમાન્ડની માંગ સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સરકારી વકીલ વિજયભાઇ જાનીની દલીલને ધ્યાન રાખીને આરોપી પીઆઇના આવતીકાલે સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે જેથી તપાસનીસ અધિકારી દ્વારા આરોપી પીઆઇ પાસેથી તોડ કરીને મેળવવામાં આવેલ 51 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે






Latest News