મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર દરવાજા પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા કારનો ભુક્કો, કોઇ જાનહાનિ નહી


SHARE







વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલનું કામ ચાલી રહ્યું છે જેથી છેલ્લા ઘણા મહિનાથી ભારે વાહન સહિતનો ટ્રાફિક વાંકાનેર શહેરની મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન આજે બપોરના સમયે કારચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા કારની બંને બાજુના દરવાજા અને બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જોકે સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.

વાંકાનેર શહેરમાં આવેલ સિંધાવદર દરવાજા પાસે એક્સિસ બેન્ક સામેથી આજે બપોરના સમયે કાર નંબર જીજે 36 એસી 7187 નો ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કારમાં બંને બાજુએ દરવાજા તથા બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો કે, અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો છે જેથી આ બનાવની ભોગ બનેલ કાર ચાલક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે ગત ચોમાસાના સમયગાળા દરમિયાન વાંકાનેરના બાયપાસ રોડ ઉપર આવેલ પાંચસીયા વાળો પુલ નમી ગયો હતો જેથી કરીને તે પુલનું કામ કરવા માટે તેને બંધ કરવામાં આવ્યો છે અને હજુ સુધી ત્યાં કામ થયેલ ન હોવાથી ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનો ટ્રાફિક વાંકાનેર શહેરમાંથી જ પસાર થતો હોય છે અને તેના કારણે ટ્રાફિકજામ અને અકસ્માત જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે અને આ સમસ્યાઓમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News