મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ (ટીચર્સ ટ્રેનિંગ)નું આયોજન કર્યું હતું જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ વિષેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ તા. 4 થી 6 દરમ્યાન યોજાયો હતો અને વક્તા અમિતભાઈ દેસાઈ દ્વારા યોગ અને શિક્ષકની માહિતી આપવાની આવી હતી. તેમજ વન્યાબેન પરમારે શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા હતા. તો ઘનશ્યામભાઈ ડાંગર દ્વારા શિક્ષક-પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને ડો.સતિષભાઈ પટેલ દ્વારા એકડે એક થી પેરેન્ટિંગપુસ્તકનો અમલ કઈ રીતે ? How can teachers help in parenting? વિશે ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલશિક્ષક માટે અનિવાર્ય -ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપવામાં આવી હતી. તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા આપવામાં આવી હતી. 






Latest News