મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બેભાન થઈ જતાં રાજકોટ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીમાં બેભાન થઈ જતાં રાજકોટ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીના નાની કેનાલ રોડે રહેતા યુવાનનું આઠેક મહિના પહેલાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ જતા તેને પ્રથમ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જે બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ નજીક રહેતા નીતિનભાઈ નરશીભાઈ મોરડીયા (41) ઘરે બેભાન થઈ ગયા હતા જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નીતિનભાઈ મોરડીયાનું આઠેક મહિના પહેલા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગત તા. 27/5 ના રોજ તેઓ બેભાન થઈ જતા તેઓને રાજકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતો મનન જીતેન્દ્રભાઈ પરમાર (22) નામનો યુવાન સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News