મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત


SHARE







મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં બે યુવાનના મોત

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને બે યુવાન કામ કરતા હતા ત્યારે કોઈ કારણસર તે બંને યુવાન ઉપરથી નીચે ટકાયા હતા જેથી તે બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હોવાના કારણે બંને યુવાનના મોત થવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (40) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (45) ગામના બે યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં જીઓ ટેક કલર કંપની નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કાજ કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેઓ પતરા ઉપરથી નીચે ટકાતા બંને યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંને યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ હરજીવનભાઈ માનસેતા (65) નામના વૃદ્ધ પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ઇજા થઈ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News