મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની હોટલમાં ઝેરી દવા પી ગયેલ અમદાવાદનો યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીની હોટલમાં ઝેરી દવા પી ગયેલ અમદાવાદનો યુવાન સારવારમાં ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસેની હોટલની અંદર અમદાવાદના રહેવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને મોરબી ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વાંકાનેર હાઇવે ઉપરના જાંબુડીયા ગામે આવેલી ઓકટ્રીઁઁ હોટલ નામની હોટલમાં જીગર હેમંતભાઇ પટેલ નામનો ૨૫ વર્ષીય અમદાવાદના રહેવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ મણીભાઈ ગામેતીએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.જોકે યુવાનની હાલત નાજૂક હોય અને તે અમદાવાદનો વતની હોય હાલ તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ તરફથી જાણવા મળેલ છે.જોકે બનાવના કારણ અંગે હાલ કોઇ માહીતી નથી મળી.

ઉંઘના ટીકડા ખાઇ જતા આધેડ સારવારમાં

મોરબીની રવાપર રેસીડેન્સી વિસ્તારમાં રહેતા દિપકભાઇ શિવલાલભાઈ જેઠવા જાતે પ્રજાપતિ નામના ૫૭ વર્ષીય આધેડે રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે વધુ પડતા ઊંઘની દવાના ટીકડા ખાઇ લેતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેથી કરીને તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ આગળની તપાસ હાથ ધરી છે.

બાળક-મહીલા સારવારમાં 

હળવદના લાંબી ડેરી વિસ્તારમાં રહેતો પ્રવિણ રમેશભાઈ કોળી નામનો ૧૪ વર્ષીય બાળક બાઈકમાં બેસીને જતો હતો ત્યાપે હળવદના ત્રણ રસ્તા પાસે બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી પ્રવીણ કોળીને સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના મયુરપાર્ક સોસાયટીના રહેવાથી ગીતાબેન સુરેશભાઈ કાચરોલા (૫૨) સ્કુટીમાં બેસીને જતા હતા ત્યારે સ્કૂટીને અજાણ્યા બાઇકના ચાલકે હડફેટે લેતા ગીતાબેનને ઇજાઓ થવાથી સારવારમાં ડો.હેમલ પટેલની શુભ હોસ્પીટલે ખસેડાયા હતા.






Latest News