મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વિસાવદર-ભેસાણની પેટા ચુંટણીમાં ભેસાણના ઇન્ચાર્જ તરીકે બ્રિજેશ મેરજાને સોંપાઈ જવાબદારી


SHARE







વિસાવદર-ભેસાણની પેટા ચુંટણીમાં ભેસાણના ઇન્ચાર્જ તરીકે બ્રિજેશ મેરજાને સોંપાઈ જવાબદારી

ગુજરાતમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૧૯ જૂનના રોજ યોજાનાર છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ તરફથી જુદા જુદા આગેવાનોને આ ચૂંટણી સંદર્ભે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં વિસાવદરભેસાણ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે ભેસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપવામાં આવેલી છે તે અન્વયે તેઓ વિસાવદર ખાતે રખાયેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવા ત્યાં પહોચી ગયા છે. અને તેમને સોંપાયેલ જવાબદારી તેમને ઉપાડી લીધી છે અને ચૂંટણી સુધી તેઓ ભેસાણ ખાતે રોકાશે અને વિસાવદર ભેસાણ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી બહુમતિથી ચૂંટાવવા માટે આ વિસ્તારનો જમીની સંપર્ક કરીને સ્થાનિક આગેવાનોને સાથે રાખી ચૂંટણી પ્રચારની કામગીરી પૂરા દિવસો રોકાઈને ખંતપુવર્ક નિભાવશે. પોતાને સોપાયેલ આ મહત્વની જવાબદારી બદલ પોતાનામાં ભરોસો મૂકવા બદલ પ્રદેશ ભાજપના અગ્રણીઓનો બ્રિજેશ મેરજાએ ખાસ આભાર પણ વ્યક્ત કર્યો છે






Latest News