મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરકાયદે લગાવેલ 50 જેટલા હોર્ડિંગ્સ બોર્ડ મહાપાલિકાની ટીમે તોડી પડ્યા: કમિશનર


SHARE







મોરબીમાં ગેરકાયદે લગાવેલ 50 જેટલા હોર્ડિંગ્સ બોર્ડ મહાપાલિકાની ટીમે તોડી પડ્યા: કમિશનર

મોરબી મહાપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ ગેરકાયદે લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ બોર્ડ પણ તોડવા માટેની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે મોરબીની અવની ચોકડીની આસપાસમાં આવેલા હોર્ડીંગ બોર્ડને તોડી નાખવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ચોમાસા હોર્ડીંગ બોર્ડ કોઈ માટે જોખમી ન બને તેના માટે હોર્ડીંગ બોર્ડને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ જ રાખવામા આવશે.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાની હેઠળ આજે મોરબીમાં અવની ચોકડી પાસે અને બાપાસીતારામ ચોકમાં રસ્તાની સાઇડમાં ઊભા કરવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સ બોર્ડને દૂર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને જેસીબીની મદદથી બોર્ડને હટાવી દેવામાં આવ્યા હતા અને આવી જ રીતે અન્ય વિસ્તારમાં પણ જોખમી હોર્ડીંગ બોર્ડને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે તેવું પણ અધિકારી જણાવ્યુ હતું વધુમાં માહિતી આપતા અધિકારી કહ્યું હતું કે, ચોમાસામાં ગેરકાયદે હોર્ડિંગ્સ બોર્ડ લોકો માટે જોખમી ન બને તેના માટે અગાઉ હોર્ડીંગ બોર્ડ જે એજન્સીના હોય તેને નોટિસ આપવામાં આવી હતી જેથી ઘણા લોકો હોર્ડિંગ્સ ઉતારી લીધા છે પરંતુ જે એજન્સીએ બોર્ડ ઉતાર્યા ન હતા તેવા ગેરકાયદે હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવ્યા છે. અને અંદાજે 50 થી વધુ બોર્ડને હટાવવામાં આવ્યા છે.






Latest News