મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે સ્કુટરને હડફેટે લેતા યુવતી સારવારમાં


SHARE











મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે સ્કુટરને હડફેટે લેતા યુવતી સારવારમાં

મોરબીના માળીયા હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી યુવતીને સારવારમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા પ્રીન્સીબેન રમેશભાઇ ઉર્ફે રણજીતભાઇ ચૌહાણ (ઉમર ૩૭) ટીંબડીના પાટીયા પાસેથી સ્કુટર લઇને મહેન્દ્રનગર ચોકડીથી ઘર તરફ જતા હતા ત્યારે માળૂયા હાઇવે સનોરા સિરામીકની પાસે અજાણ્યા ટ્રક ચાલકે તેમના સ્કુટરને હડફેટે લેતાં હાથે-પગે અને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં પ્રીન્સીબેન ચૌહાણને સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ફરીદાબેન તાજુદ્દીનભાઈ શેખ નામની ૪૯ વર્ષીય મહિલા રિક્ષામાં બેસીને હળવદ જતા હતા ત્યારે રસ્તામાં ચરાડવા નજીક પેટ્રોલ પંપ પાસે અકસ્માતે તેઓ રીક્ષામાંથી પડી જતા ફરીદાબેનને ઇજાઓ થતા તેમને આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

આધેડ મહિલાનું મોત

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી દફતરી શેરીમાં રહેતા ધનુબેન મહેશભાઈ ચૌહાણ નામના ૫૧ વર્ષીય આધેડ મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓનું મોત નિપજતા સીટી એ ડીવીજન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૧૯ માં રહેતા અશીફભાઇ સલેમાનભાઈ આંબલીયા નામનો ૪૦ વર્ષીય યુવાન જૂના બસ સ્ટેન્ડ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઇકમાંથી પડી જતા મધુરમ હોસ્પિટલે લઇ જવાયો હતો.






Latest News