મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ‌ગ્રુપે મોડી રાત્રીના રેર ગણાતા બી નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી


SHARE







મોરબીના યુવા આર્મી ‌ગ્રુપે મોડી રાત્રીના રેર ગણાતા "બી નેગેટિવ" બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી

મોરબીની બ્લડ આર્મી એટલે કે યુવા આર્મી દ્વારા ગત રાત્રે રેર બ્લડ ગ્રુપની શ્રેણીમાંનુ એક એવું "બી નેગેટિવ" બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી કરવા‌માં આવી હતી.ગત રાત્રે મોરબીમા‌ં વસતા જયાબેન જાદવને માથાની નસ ફાટી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમા‌ં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ‌તપાસ દરમિયાન ઓપરેશનની જરૂરીયાત જણાય હતી અને આ ઓપરેશન માટે "બી નેગેટિવ" બ્લડની ઈમરજન્સી જરૂરીયાત ઉભી થય હતી. પરંતુ નેગેટિવ બ્લડ ગ્રુપ ખુબ ઓછા લોકોને હોય છે તેમાં ‌પણ "બી નેગેટિવ"  બ્લડ ગ્રુપ માત્ર ‌બે ટકા લોકોને ‌જ હોય છે માટે જે બ્લડ ‌ગ્રુપ દિવસમા‌ં પણ ‌સહેલાઈથી ન મળે એ રાત્રે તો મળવું અશક્ય હતુ.જેના કારણે દર્દી‌ તથા પરિવારજનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા.આવી ‌મુશ્કેલીમાં કોઈ જાગૃત નાગરિક દ્વારા દર્દીના પરીજનોને યુવા આર્મી ગ્રુપના‌ હેલ્પલાઇન મો.93493 93693 ઉપર સંપર્ક કરાવી સમગ્ર માહિતી જણાવી હતી.જેથી ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયા દ્વારા તાત્કાલિક‌ સંસ્કાર બ્લડ બેંકમા‌ં સંપર્ક કરી‌ એક બોટલ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા ત્યાં જ કરી આપવામાં આવી તથા અન્ય બે બોટલ યુવા આર્મી  ગ્રુપના "બી નેગેટિવ" ના સભ્ય‌ આદર્શભાઈ દંગી તથા‌ નિર્ભયભાઈ મેંદપરા દ્વારા રાત્રે જ બ્લડ બેંકે પહોંચીને બ્લડની ઈમરજન્સી ‌જરૂરિયાત‌ને પુરી પાડવામાં આવી હતી. જે‌ બદલ દર્દીના‌ પરીજનો દ્વારા આદર્શભાઈ તથા‌ નિર્ભયભાઈની આ‌ અમુલ્ય સેવાની પ્રશંસા કરી તેમજ આવી કપરી સ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવા બદલ પિયુષભાઈ બોપલીયા, યુવા આર્મી ગૃપ તથા સંસ્કાર બ્લડ બેંકનો આભાર વ્યકત કર્યો હતો.






Latest News