મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ જીવન ટુકાવ્યું


SHARE













વાંકાનેરમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને તેની માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો ત્યારે માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતે યુવતીને લાગી આવતા તેણીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ ભવનભાઈ રાઠોડની 20 વર્ષની દીકરી હેતલબેને પોતે પોતાના ઘરની અંદર આવેલ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક હેતલબેનને તેની માતાએ ઘરકામ બાબતે સવારે ઠપકો આપ્યો હતો જે બાબતે માતા અને દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે બાબતે મનોમન લાગી આવતા તેણે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સિંદુર પી ગઈ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાડીયારી ગામ પાસે આવેલ વોલસેરા સીરામીક કારખાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુસ્મિતાબેન અર્જુનભાઈ બિરવા (30) નામની મહિલા કોઈ કારણોસર સિંદુર પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતમાં બે યુવાનોને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાર્દિક ઘનશ્યામભાઈ (33) તથા વિષ્ણુ અમૃતભાઈ (27) નામના બે યુવાનોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News