મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસે વાડીએ સૂતેલા યુવાનને સાપ કરડી જતાં સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેરના રંગપર પાસે વાડીએ સૂતેલા યુવાનને સા કરડી જતાં સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના રંગપર ગામે આવેલ વાડીએ યુવાન સૂતો હતો દરમિયાન તેને કોઈ ઝેરી સા કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો માવજીભાઈ માનસિંગ કતીજા (23) નામનો યુવાન વાડીએ સૂતો હતો દરમિયાન ત્યાં તેને સા કરડી ગયો હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે, ચાલુ સારવાર દરમિયાન સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ સંસ્કાર રેસીડેન્સી ખાતે રહેતા રમેશભાઈ છગનભાઈ વડનારા (59) નામના વૃદ્ધ બાઈક ઉપર ગોલ્ડન માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીમાં ગઢની રાંપાસે આવેલ ભવાની ચોકમાં રહેતા ઉર્મિલાબા દિલાવરસિંહ જાડેજા (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના જેલ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News