મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામ નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે સગા ભાઈઓને ગંભીર ઇજા


SHARE







વાંકાનેરના રાતાવિરડા ગામ નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે સગા ભાઈઓને ગંભીર ઇજા

વાંકાનેર તાલુકામાં મોટો સ્ટોનથી રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈકમાં બે સગા ભાઈઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ડમ્પરના ચાલકે તેઓના બાઈકની હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં બંને ભાઈઓને માથા અને હાથે પગે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામના રહેવાસી અને હાલમાં રાતાવિરડા ગામ નવા પ્લોટમાં ડિકોરા કારખાના સામેના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા નિલેશભાઈ પોપટભાઈ ભામાણી (34)એ ડમ્પર નંબર જીજે 3 બીટી 0489 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે કારખાનાની સામે મોટો સ્ટોન સીરામીક કારખાનાથી રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ફરિયાદી બાઇક નંબર જીજે 3 કેએન 4299 ઉપર પોતાના ભાઈ લાખાભાઈની સાથે જઈ રહ્યો હતો અને બંને ભાઈઓ એમ્બીટો સિરામિક કારખાના ખાતે કામ પૂરું કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં ડમ્પરના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીને બંને પગ તથા ખભામાં ફ્રેક્ચર જેવી ઇજા અને શરીર નાના મોટી ઈજાઓ થયેલ છે જ્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલા તેના ભાઈ લાખાભાઈને માથા, પેટમાં તથા ગુપ્ત ભાગે ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના લાતી પ્લોટ રોડ ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈબ્રાહીમભાઇ સફીભાઈ હોકાવાળા (42) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 430 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે અનીસભાઇ સલીમભાઇ પંજવાણી (25) રહે. સોઓરડી સાગર પાનવાડી શેરી, મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 2,250 રૂપિયાની રોકડ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News