મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ નજીક કારખાનાની ઓરડીમાંથી 36 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના ઘૂટું ગામ નજીક કારખાનાની ઓરડીમાંથી 36 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં મજૂરની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 46,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરી ત્યારે આરોપી હજાર ન હોવાથી પોલીસે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસની પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ રેસા સિરામીકમાં આવેલ મજુરની ઓરડીમાં રહેતા અને કામ કરતા નથુભાઈ રાઠોડની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ઓરડી નંબર બી/19 માં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 46,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય નથુભાઈ નાગરભાઈ રાઠોડ રહે. રેસા સિરામિક મજૂરની ઓરડી વાળાની સામે તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેંસો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રિકેનભાઈ સંજયભાઈ દવે (19) રહે સરતાનપર વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 280 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના ભવાનીનગર સામે રોડ ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અરજણભાઈ ભીખાભાઈ જાંબુકિયા (50) રહે. ભવાનીનગર ઢોરા ત્રણ માળીયા હળવદ વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 520 ની રોકડા કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે.






Latest News