વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં અપહરણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ

મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ભોજપરા ગામે રહેતા પરિવારની સોળ વર્ષની સગીર વયની દીકરીનું મોરબીના નવલખી બ્રિજ નીચેથી ગત તા.22/3/25 ના સવારના દસેક વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝનમાં ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર અને જાનનાથ સોરમનાથ બંને રહે. મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, ધમ્મરનાથ અને જાનનાથ દ્વારા ફરિયાદીની દીકરીનું મોરબીથી અપહરણ કર્યું હતું. અને ત્યાર બાદ ફરિયાદીની  સગીર દીકરી સાથે ધમ્મરનાથ પઢિયારએ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. અને ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમે આરોપી વિસાનાથ ઉર્ફે ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર (23) રહે. મકનસર વાળાની ધરપકડ કરેલ છે. અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા યશવંતભાઈ માવજીભાઈ રાણવા નામના વ્યક્તિને રાજપર ગામ નજીક અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તે બેભાન થઈ ગયેલ હોય તેને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

વાંકાનેરના દીઘલિયા ગામે રહેતા રીનીબેન હુસેનભાઇ શેરસીયા (30) નામના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું અને તે બનાવમાં મહિલાને ઇજા થવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News