મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

હળવદ તાલુકામાં પ્રોહિબીશન સહિતના કુલ મળીને 22 જેટલા ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે આરોપીને પકડીને વડોદરાની જેલ હવાલે કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાએ હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપી વિજય જયંતિભાઇ અઘારા (40) રહે. જુના દેવળીયા વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકી હતી જેને મંજૂર કરીને પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી એલસીબીની ટીમે આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરીને હાલમાં તેને વડોદરા જેલ હવાલે કરેલ છે.

મારામારીમાં બાળકને ઇજા

મોરબીના વીસીપરામાં બિલાલી મસ્જિદ પાસે રહેતા યાસીર ઇમરાનભાઈ કાસમાણી (13) નામના બાળકને મસ્જિદ નજીક થયેલ મારામારીના બનાવમાં ડાબા હાથમાં તથા પીઠના ભાગે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કારખાના સામેથી બાઈક પસાર થઈ રહ્યું હતું જે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને લાલજીભાઈ અરજણભાઈ ડાભી નામના વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News