મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ નજીક રોજડા સાથે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના ગાળા ગામ નજીક રોજડા સાથે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના ગાળા થી જેતપર તરફ જવાના રસ્તા ઉપર કારખાના પાસેથી યુવાન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતરતા બાઈક રોજડાની સાથે અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નાનજીભાઈ બચુભાઈ હમીરપરા (43) નામનો યુવાન ગાળા ગામથી જેતપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સેગમ કારખાના પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતરતા બાઈક રોજડા સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં નાનજીભાઈ હમીરપરાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના ગાળા ગામે રામજી મંદિર નજીક રહેતો ધવલ વશરામભાઈ મકવાણા (23) નામનો યુવાન બાઈક લઈને હરીપર કેરાળા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કલ્પેશ ભીખાભાઈ કાંજિયા (34) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓમકાર પેટ્રોલ પંપ સામે મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થહોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ઉટબેટ ગામે રહેતા જયાબેન પરમાર (65) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News