મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો જર્જરિત પુલ ૪.૨૫ કરોડના ખર્ચે નવો બનશે


SHARE











મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો જર્જરિત પુલ ૪.૨૫ કરોડના ખર્ચે નવો બનશે

મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર સુધીનો રોડ બની ગયો છે જો કે, પુલ જર્જરિત હોવાથી ત્યાં ૧ર મીટર પહોળો ૪.રપ કરોડનો નવો બ્રીજ બનાવવા માટેના કામને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મંજૂર કરાવ્યુ છે જેથી કરીને આગામી દિવસોમાં ઘણા ગામના લોકો તેમજ સિરમિકમાં રોજગારી માટે આવતા લોકો તેમજ માલા સમાન લઈને આવતા વાહન ચાલકોની સુવિધામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ જાબનંબર મેળવીને મંજુર કરાવેલ તે અન્વયે, રોડનું કામ પૂર્ણ થયેલ છે. પરંતુ વચ્ચે જે પુલ આવતો હતો તે પૂલ જર્જરીત થઇ ગયેલ હોતે જગ્યાએ નવો પુલ બાંધવાની જરૂરીયાત ઉભી થતાં આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજા તૈયાર કરાવી સતત ફલોઅપ કરીને માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઇ મોદી સુધી આ જર્જરીત પુલ અંગે માંગણી રજૂ કરી ૧ર મીટરની પહોળાઇના ૪.રપ કરોડના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગે મંજુર કર્યો છે. જે બદલ મંત્રી બ્રિજેશ મેરજાનો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, સીરામીક ઍસોસીઍશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ આભાર વ્યકત કર્યો હતો. આમ, મોરબી-માળીયા(મી) વિસ્તારના તાજેતરમાં વિકાસના અનેક કામ મંજુર થયા તે માટે રાજય મંત્રી બ્રિજેશ મેરજાની સતત જહેમત ફળી રહી છે.






Latest News