વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોનાથી અવસાન બદલ ૫૦,૦૦૦ ની સહાયથી મોટા ભાગનાં લાભાર્થી અજાણ !: તંત્ર નિંદ્રાધીન


SHARE







વાંકાનેરમાં કોરોનાથી અવસાન બદલ ૫૦,૦૦૦ ની સહાયથી મોટા ભાગનાં લાભાર્થી અજાણ !: તંત્ર નિંદ્રાધીન

(કેતન ભટ્ટી દ્વારા) કોરોનાથી અવસાન પામેલા મૃતકનાં પરિવારજનોને અરજી આપ્યાનાં 10 દિવસમાં રૂ. 50, 000 ની રકમ ચૂકવી આપવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં જવાબદાર તંત્રની નિભરતાને કારણે હજુ સુધી મોટા ભાગના લોકો આવી કોઈ સહાય મળે છે તે બાબતથી જ અજાણ છે!

કોરોનાથી અવસાન થયું છે તેના આવશ્યક ડોક્યુમેન્ટ સાથે અરજી મળ્યાંનાં દસ દિવસમાં રૂ 50, 000 ચૂકવી આપવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે આવી મૃત્યુ સહાય જાહેર કરવામાં આવી છે તે બાબતથી જ વાંકાનેરનાં મોટા ભાગના લોકો અજાણ હોવાનું બહાર આવ્યું છે ! જવાબદાર તંત્ર દ્વારા લોકો સુધી આ મૃત્યુ સહાય બાબતે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી ! વાંકાનેર તાલુકો મોરબી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે અને કોરોનાથી અનેક લોકોનાં અવસાન થયા છે ત્યારે હજુ સુધી મોટા ભાગના લોકો, રાજ્ય સરકાર દ્વારા આવી મૃત્યુ સહાય જાહેર કરવામાં આવી છે તે બાબત થી જ અજાણ હોવાનું બહાર આવ્યું છે! ત્યારે જવાબદાર તંત્ર અને કહેવાતા રાજકીય અગ્રણીઓ પણ માત્ર તમાશો જોયા કરે છે! ત્યારે કમસેકમ આ મૃત્યુ સહાય અંગેની તમામ જાણકારી લાભાર્થીઓ સુધી પહોંચે તે અનિવાર્ય બન્યું છે, અને સાચા તમામ લાભાર્થીઓને આ લાભ મળે તે  પણ જરૂરી છે.




Latest News