મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પડી જવાથી માથામાં ઇજા થતા સારવારમાં ખસેડાયેલ પરણીતા તથા નવા દેવળીયા ગામે દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત 


SHARE







મોરબીમાં પડી જવાથી માથામાં ઇજા થતા સારવારમાં ખસેડાયેલ પરણીતા તથા નવા દેવળીયા ગામે દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત 

મોરબી જિલ્લામાં જુદા-જુદા બે બનાવોમાં એક પરણીતા તથા એક યુવતીના સારવાર દરમિયાન મોત થયેલ છે.જેમાં મોરબીના નવલખી રોડ ઉપર ઘરની અંદર પડી ગયેલ ઇજાગ્રસ્ત પરણિતાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયેલ જ્યાં તેણીનું મોત નિપજેલ છે અને હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા પરિવારની યુવતીને ઝેરી દવાની અસર સાથે સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને અહીં સારવાર દરમિયાન તે યુવતીનું પણ મોત નિપજેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ લાયન્સનગર પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા દક્ષાબેન હેતુલભાઈ બારીયા પટેલ નામની ૨૨ વર્ષીય પરીણિતા ગત તા.૨૫-૫ ના રોજ તેઓના ઘરે પડી ગયા હતા.જેથી માથા અને શરીરના ભાગે ઈજા પામેલ હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાબેતા મુજબ તેણીને રાજકોટ સિવિલે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં તેઓનું ચાલુ સારવાર દરમિયાન આજરોજ તા.૨૮-૫ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોત નિપજયુ હતુ.રાજકોટ હોસ્પિટલ ચોકી તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી હતી.જેની આગળની તપાસના જમાદાર બી.કે.દેથા ચલાવી રહ્યા હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.

જ્યારે મોરબીના હળવદ તાલુકામાં આવેલા નવા દેવળીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સંજનાબેન ઉર્ફે સંજુબેન કિરીટભાઈ નાયક નામની ૨૦ વર્ષની યુવતીને ઝેરી દવા પી જવાથી ઝેરી અસર થઈ હતી.તેથી તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે એડમીટ કરવામાં આવી હતી અને અહીં ચાલુ સારવાર દરમિયાન સંજનાબેન ઉર્ફે સંજુબેન કિરીટભાઈ નાયક (૨૦) નું તા.૨૮-૫ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં મોત નિપજયુ હતું.મોરબી સિવિલ હોસ્પિટલ સુત્રો તરફથી સ્થાનિક એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના ડી.એ.જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતો ઉમેશ ગોપાલભાઈ ડાભી નામનો ૩૨ વર્ષનો યુવાન તેના સસરાને ત્યાં વાવડી રોડ ધર્મનગર સોસાયટી ખાતે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ ગયો હતો.જેથી બેભાન હાલતમાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઇજા

મોરબીના શનાળા ગામે નંદભૂમિ અપાર્ટમેન્ટ ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બાલાસરા નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે બળવંત છત્રોલા, મયંક બળવંતભાઈ અને પ્રશાંત ધીરજલાલ કાસુન્દ્રા દ્વારા ઝઘડો કરીનેે માર મારવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી પંચાસર રોડ જનકનગર સોસાયટી શેરી નંબર-૨ માં રહેતા અરમાન ફિરોજભાઈ કુરેશી (ઉંમર ૧૯) નામન યુવાનને પણ સારવારમાં લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને જતો હતો ત્યારે પંચાસર રોડ ગીતા ઓઇલ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતાં સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News