મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તે યુવતીને આરોપી પોતાના કબજા વાળા ગોડાઉનમાં લઈ ગયો હતો અને યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલી યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને હાલ મોરબી રહેતા મૂળ લાલપરમાં રહેવાsi સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સતિષ પટેલે પોતાના કબજા ભોગવટા વાળા ગોડાઉનમાં ફરિયાદી યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે ત્યારબાદ સતીશ પટેલે ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા ન  હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તાજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ મોરબી જિલ્લાના એસસીએટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડી અને તેની ટીમ ચલાવી રહી છે

બાઇક સ્લીપ થતા વૃદ્ધ સારવારમાં
મોરબીમાં નવા બસ સ્ટેશનના ક્વાર્ટરમાં રહેતા કરસનભાઈ કાનજીભાઈ ખાંભલીયા (66) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે અંકુર પ્રોવિઝન નજીકથી બાઇક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં
મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે રહેતા પૂરીબેન ચેતનભાઇ ફેફર (37) નામના મહિલા રવાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલો પાસે એકટીવા લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News