મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામ પાસે બોલેરોની હડફેટે ચડી જતા માસુમ બાળકનું મોત


SHARE







મોરબીના પાનેલી ગામ પાસે બોલેરોની હડફેટે ચડી જતા માસુમ બાળકનું મોત

મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે 11 માસના બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તે બાળકને ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં પાડાપુલની નીચેના ભાગમાં આવેલ ઝુપડામાં રહેતા અનિલભાઈ કટારાના 11 માસના દીકરા આશિષને પાનેલી ગામે બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને આશિષને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ. એચ. પરમાર દ્વારા કરવામાં આવી હતી અને અકસ્માત મૃત્યુના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહેવાનું જાણવા મળેલ છે

વૃદ્ધા સારવારમાં
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા શાંતાબેન મોહનભાઈ વરીયા (75) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને સોઓરડીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં વૃદ્ધાને ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

ઘરમાં પડી જવાથી ઈજા પામેલ યુવતી સારવારમાં
મોરબીના રણછોડનગર પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા દક્ષાબેન હેતુલભાઈ બારીયા (22) નામની યુવતી ઘરે પડી જતા તેને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News