મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ

મોરબીના ખારચિયા ગામ નજીક ગઈકાલે સવારે રોડ સાઈડમાં ઊભેલ એસટી બસની પાછળ અર્ટીકા કાર અથડાઈ હતી. જેથી કરીને કારમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યાં છે અને ત્રણ લોકોને ઇજા થવાથી તેને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. જો કે, કારમાં બેઠેલા 13 વર્ષના બાળકને કોઈ ઇજા થઈ ન હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવમાં બસના ચાલકે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છના ગાંધીધામ ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે શરણાઈ સહિતના વાજિંત્રો વગાડવાનું કામ કરતા પાંચેક લોકો તથા એક બાળક સાથે અર્ટીકા કારમાં ગાંધીધામથી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. તેવામાં ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેઓની કાર મોરબી તાલુકાનાં ખારચીયા ગામ પાસે રોડ સાઈડમાં ઊભેલ એસટીની બસની પાછળના ભાગે અથડાઇ હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ વાઇરલ થયેલ હતો. આ બનાવમાં કારમાં બેઠેલા લોકોમાંથી રામાનુજા જગન્નાથ પંચાંગમ ચારૂલ (53) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે. બાલાજી મંદિર ગાંધીધામનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કાસૈયા રામુલુ રોમ્પલી (67) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે.બાલીજી મંદિર ગાંધીધામ (કચ્છ) ને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા ત્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. 

જો કેકારના ડ્રાઇવર કૃણાલ પ્રકાશભાઈ અશ્વિની (24) રહે.ગોપાલનગર આદિપુર (કચ્છ) તેમજ અજનાર લચ્છુત (46) અને ધાલૈયા ક્રિષ્નામૂર્તિ નવીરી (44) રહે. બંને મૂળ વિશાખાપટ્ટનમ હાલ ગાંધીધામ બાલાજી મંદિર વાળાને ઇજા થતાં તેઓને મોરબી અને રાજકોટ  સારવાર માટે લઈ ગયા હતા. અને આ કારમાં બેઠેલા 13 વર્ષના એક બાળકને કોઈ ઇજા થયેલ ન હતી. અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર એમ.પી.ઝાલાએ પ્રાથમિક તપાસ કરી હતી અકસ્માતના આ બનાવ સંદર્ભે જામનગરના રામેશ્વર નવાગામ ખાતે રહેતા એસટી બસના ડ્રાઇવર દિલીપકુમાર દેવશંકર જોશી (44) એ કાર નં જીજે 39 પી 7361 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે.






Latest News