મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ


SHARE







ટંકારાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

વિશ્વ પર્યાવરણ દિવસની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી અન્વયે મોરબી જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા તાલુકાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી અંતર્ગત જિલ્લા RCH અઘિકારી ડો. સંજય શાહ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ગામની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામસેવક તેમજ ગામના લોકોને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની થીમને ધ્યાને લઈ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરાવવામાં આવી હતી. આ આયોજનના ભાગરૂપે ગામમાંથી પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગામમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવા પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના સરપંચ અને ગામના આગેવાનો પણ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશમાં જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.






Latest News