મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં યોજાએલ મગજ-મણકાના નિ:શુલ્ક કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો


SHARE







મોરબીની આયુષ હોસ્પિટલમાં યોજાએલ મગજ-મણકાના નિ:શુલ્ક કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો

મોરબીમાં શ્રી સત્ત સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને આયુષ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા યોજવામાં આવેલ કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં દર્દીઓ માટે વિના મુલ્ય ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જરૂરીયામંદ દર્દીઓને માઁ કાર્ડ અથવા આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.જે દર્દી પાસે માઁ કાર્ડ કે આયુષ્માન કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે.

તા.૨૮-૧૧ ને રવિવારે યોજાએલા નિઃશુલ્ક ઓપરેશન કેમ્પમાં ન્યૂરો સર્જરી એટલે કે મગજમણકા અને કરોડરજ્જુના દર્દીઓને લાભ મળ્યો હતો.કેમ્પમાં ડો.મિલન મકવાણા (M.S., DNB, ન્યૂરોસર્જન) એ સેવા આપેલ.આયુષ હોસ્પિટલના સંચાલક ડો.ચેતન અઘારાના જણાવ્યા મુજબ  કેમ્પમાં મગજની ગાંઠમજગની ઈજામગજમાં હેમરેજમગજમાં પાણી ભરાવુમાથાનો  દુખાવોલકવાની અસર તેમજ કમર અને ડોકનો દુઃખાવોમણકાની ઇજામણકાની ગાંઠકેન્સર કે ટીબીમણકાના ફેક્ચરમણકાનો ઘસારોમણકા ખસી જવાગાદીની તકલીફગાદીમાં સોજોનસ દબાઈ જેવી વગેરેની તકલીફ વાળા દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો.તેમજ એપેન્ડીક્ષ, હર્નિયા, વધરાવટ, હરસ,મસા-ભગંદર, સ્ત્રીરોગના દર્દીઓને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળ્યો હતો કુલ ૨૭૦ થી વધુ લોકોને આ કેમ્પનો લાભ મળ્યો હતો.તેમજ ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીક અને હદયની તકલીફવાળા પેસ્નટોને પણ તપાસીને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રાખેલ છે. અને વધુ માહિતી માટે મો.૭૫૭૫૦ ૮૮૮૮૮ અને મો.૭૫૭૫૮ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવા માટે ડો. ચેતન અઘારાએ અનુરોધ કર્યો છે.






Latest News