મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદ: સ્પામાં કામ કરતી મહિલાએ ઉછીના આપેલા રૂપિયા પાછા આપવા બોલાવીને મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદ: સ્પામાં કામ કરતી મહિલાએ ઉછીના આપેલા રૂપિયા પાછા આપવા બોલાવીને મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી

સ્પામાં કામ કરતી મહિલાકડીયાણા ગામના શખ્સને ઉછીના રૂપિયા આપેલ હતા જે ઉછીના પૈસા મહિલાને પાછા આપવા માટે હળવદ મોરબી ચોકડી પાસે મહિલાને બોલાવી હતી અને ત્યાં રૂપિયા પાછા ન આપીને મહિલાને ગાળો આપીને જાપટો મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં કુલ મળીને ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ પાર્થ હોટલમાં રહેતા રૂકસારબેન ગૌરવભાઈ મનોર (30)એ મુમાભાઈ ઉર્ફે રાઘુ ઉર્ફે રાધે હીરાભાઇ રાતડીયા રહે. કડીયાણા તથા અન્ય ત્રણ તેના મિત્રો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં મહિલાએ જણાવ્યુ છે કે, ફરિયાદી પાસેથી આરોપીએ ઉછીના પૈસા લીધા હતા જે પરત દેવા માટે થઈને તેને હળવદ મોરબી ચોકડી પાસે બોલાવવામાં આવી હતી અને ત્યાં ફરિયાદી મહિલાઉછીના આપેલા પૈસા પાછા ન આપીને ગાળો આપીને જાપાટો મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News