મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની રાજપર ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા બે બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: એકની ધરપકડ, બેની શોધખોળ


SHARE







મોરબીની રાજપર ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા બે બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: એકની ધરપકડ, બેની શોધખોળ

મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો પિકઅપ ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી બે બળદને બાંધીને કતલખાને લઈ જતા હોય તેવું સામે આવ્યું હતું જેથી બંને અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે હાલમાં કુલ મળીને 5,10,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, બે શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગૌરક્ષકોને મળેલ બાતમી આધારે તેઓ સનાળા ગામ નજીક આવેલ રાજપર ચોકડી પાસે વોચ રાખી હતી ત્યારે ત્યાંથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 36 વી 7251 થી પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં બે બળદ મળી આવ્યા હતા જેથી તે બંને ગૌવંશને બચાવ્યા હતા અને હાલમાં નવી પીપળી ગામે આવેલ મારુતિ નગરમાં રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ધનાભાઈ બાલાસરા (30) રહે, વેણાસર, મેહુલભાઈ બોરીચા રહે. લતીપર અને ઈકબાલભાઈ રહે. કાજરડા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, બોલેરો પીકપ ગાડીમાં બંને અબોલ જીવને પાસ પરમિટ વગર લઈ જવામાં આવી રહ્યા હતા જેથી 10,000 ની કિંમતના બે અબોલ જીવને 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી કુલ મળીને 5.10 લાખનો મુદ્દામાલ સાથે વિજયભાઈ ધનાભાઈ બાલાસરાની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News