મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓનેસ્ટ હોટલમાં સુપ લેવા બાબતે માથાકૂટ થયા બાદ જાહેરમાં સામસામે બઘડાટી બોલી, જાહેરમાં બખેડાનો ગુનો નોંધાશે...?


SHARE







મોરબી નજીક ઓનેસ્ટ હોટલમાં સુપ લેવા બાબતે માથાકૂટ થયા બાદ જાહેરમાં સામસામે બઘડાટી બોલી, જાહેરમાં બખેડાનો ગુનો નોંધાશે...?

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારાના લજાઈ ગામે હોટલ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના અનેક વીડીઆ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ બાબતે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા છે.જોકે આ બાબતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી.તેમ જાણવા મળેલ છે.

મળતી માહિતી પ્રમાણે તા.૨૨-૫ ના સાંજના છ વાગ્યાના અરસામાં રાજકોટ હાઇવે ઉપર ટંકારાના લજાઇ પાસે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો હતો.જેમાં સામસામે અમુક લોકો લાકડાના ધોકા, પાઈપ સહિતની વસ્તુઓ વડે એકમેકને મારી રહ્યા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો અને તેમાં ઈજાગ્રસ્તો પૈકીના રમેશચંદ્ર નૈનાલાલ નગારચી (૩૪) અને ચાંગીરામ કાઉરામ ગુજર (૩૧) રહે.બંને ઓનેસ્ટ હોટલ લજાઈ ટંકારા જી.મોરબીને મોરબીના સામાકાંઠે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

દરમિયાનમાં ત્યાં જણાવવામાં આવ્યું હતું કે, અજાણ્યો માણસ હોટલે સુપ લેવા માટે આવેલો હતો અને હોટલના માણસો દ્વારા સુપ આપવાની ના પાડવામાં આવી હતી.ત્યારબાદ બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હોટલના સ્ટાફને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં સામસામેથી પણ વળતી મારામારી કરવામાં આવી હતી.જેનો વિડીયો મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ઇજાગ્રસ્તો હાલ મોરબી આવ્યા હોય બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા આ બાબતે આગળ તપાસ કરવામાં આવી રહી છે.

તેમજ ટંકારા ખાતે પણ જાણ કરવામાં આવેલી હોય ટંકારા પોલીસ મથકના હકાભાઇ આ મારામારી સંદર્ભે તપાસ ચલાવી રહ્યા છે.જોકે બેમાંથી એકપણ પક્ષેથી ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેવું જાણવા મળેલ છે.નોંધનીય છે કે આ રીતે જ્યારે જાહેરમાં છુટા હાથની મારામારી થતી હોય ત્યારે જાહેરમાં બખેડો કરવા અંગે પોલીસ જાત ફરીયાદી બનીને જાહેરમાં બખેડો કરવા સબબનો ગુનો દાખલ કરતી હોય છે.જોકે આવી કોઈ ફરિયાદ પણ હાલ ટંકારા પોલીસમાં દાખલ થયેલ હોય તેવું જાણવા મળેલ નથી.!

વૃદ્ધા સારવારમાં

ધાંગધ્રાના બાઈસાબગઢ ગામે રહેતા કોકીબેન માલાભાઈ ભરવાડ નામના ૭૩ વર્ષના વૃદ્ધાને સારવાર માટે અહિંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈકમાં બેસીને બાઈસાબગઢથી ધાંગધ્રા જતા હતા ત્યારે સોલડી અને બાઈસાબગઢ વચ્ચે કેનાલ પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા જમણા પગે ફેક્ચર જેવી ઇજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સરસ્વતી સોસાયટી શેરી નંબર-૧  વિદ્યુતનગર પાસે રહેતા અન્નપૂર્ણાબેન જનકભાઈ દવે નામના ૫૬ વર્ષના વૃદ્ધાને ઈજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ અકળ કારણોસર હરિનભાઈ વીડજા નામના માણસે ચાકુ અને ધારીયા જેવા હથીયાર વડે તેઓ ઉપર હુમલો કર્યો હતો અને ડાબા ખભાના ભાગે ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એમ.આર.ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી






Latest News