મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની બિલિયા શાળાએ ગુણોત્સવમાં સતત ત્રીજી વખત A++  ગ્રેડ મેળવ્યો


SHARE







મોરબીની બિલિયા શાળાએ ગુણોત્સવમાં સતત ત્રીજી વખત A++  ગ્રેડ મેળવ્યો

મોરબીની બિલિયા પ્રાથમિક શાળાએ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે અને અનેકવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિના કારણે સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓનું ગુણોત્સવના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવે છે, શાળાની વર્ષભરની વિવિધ પ્રવૃતિઓ, અધ્યયન અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશાધન અને તેનો ઉપયોગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એકમ કસોટી,સત્રાંત વાર્ષિક પરીક્ષા શાળા સંચાલન, વિદ્યાર્થીઓની હાજરી, મધ્યાહ્નન ભોજન, સ્વચ્છતા, આપત્તિ વ્યવસ્થાપન, તહેવારોની ઉજવણી, પુસ્તકાલયનો ઉપયોગ વગેરે બાબતો મળીને 1000 માર્કના આધારે મૂક્યાંકન કરવામાં આવે છે જેમાં બિલિયા પ્રાથમિક શાળાએ સતત ત્રીજી વખત A++ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જેથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના પ્રિન્સિપાલ કિરણભાઈ કાચરોલાએ ધન્યવાદ પાઠવેલ છે,






Latest News