મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો


SHARE











હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયું જીવન જીવતો હતો જેનાથી કંટાળી ગયેલ યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તે યુવાને પોતાના ઘરમાં છતમાં લગાવેલ હુકમાં દુપટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ચરાડવા ગામે લુહાર ચોક સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતા લાલજીભાઈ શંકરભાઈ લકુમ (30) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર મકાનમાં લગાવેલ લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મનસુખભાઈ ઠાકરશીભાઈ લકુમ (43)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ધૂની મગજનો હતો અને લગ્ન ન થતા હોય એકલવાયું જીવન જીવતો હતો અને કંટાળી ગયેલ હોય મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી મેન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા પ્રવીણભાઈ ઝવેરભાઈ મહેતા (67) રહે ગ્રીનચોક દફતરી શેરી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 510 રૂપિયાની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.






Latest News