મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના નવી પીપળી પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી તેનું મોત નીપજયું હતું અને તેના બોડીને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ પર આવેલ નવી પીપળી ગામ પાસે સીપોન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ જગન્નાથ યાદવ (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રતનસીભાઈ કરમશીભાઈ વીસોડિયા (65) રહે. લક્ષ્મીનગર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ કરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા દિનેશભાઈ ભીલ (18) નામના યુવાને ગત તા. 19 ના રાત્રીને 8:30 વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવાગામ ખાતે રહેતા ખોરાજીત રમેશકુમાર યાદવ (24) નામનો યુવાન બાઇક લઈને નવાગામથી લીલાપતરફ જઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News