ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતાં રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા


SHARE







મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતાં રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા

રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો કરાવી રહ્યા છે તે અંતર્ગત આજે મોરબી શહેરમાં વધુ ચાર સોસાયટીઓના રોડનું ખાત મુર્હુત કર્યું હતું. જેમાં (૧) હીરાસરી રોડ અને અવનિ ચોકડી થી ચોકિયા હનુમાનજી મંદિર સુધી (૨) ત્રિકોણ નગર સોસાયટી, કેનાલ રોડ (૩) ન્યુ મારુતિ નગર, વાવડી રોડ, (૪) ધર્મ સૃષ્ટિ સોસાયટી, બાયપાસ રોડ નો સમાવેશ થાય છે. આ તકે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પ્રમુખશ્રી અરવિંદભાઈ વાંસદડીયા, શહેર પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ સરૈયા, નગરપાલિકાના પ્રમુખશ્રી કે.કે. પરમાર, ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષશ્રી સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દેવાભાઇ અવાડિયા, કાઉન્સિલરશ્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કામ અંદાજે રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે






Latest News