મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન


SHARE







મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન ​​​​​​

મોરબીમાં આજે ખાખરેચી દરવાજા પાસે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે પાંચ મકાનો અને એક ઓરડીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.

દર બુધવારે મોરબીના કોઈ એક વિસ્તારની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે વર્ષો જૂના મકાનો હતા તે મકાનમાં રહેતા લોકો પાસે તેના જરૂરી કોઈ કાગળ કે લખાણ હતું નહીં જેથી કરીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યાં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જૂના તેમજ જર્જરિત મકાનો હોવાના કારણે તેને તોડવા માટેની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા.

આજે પાંચ જેટલા મકાનો, એક ઓરડી તથા બાથરૂમ બનાવવામાં આવ્યા હતા તે તમામે તમામ બાંધકામને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે જ્યારે સ્થળ ઉપર રહેતા લોકોના કહેવા મુજબ રાજાશાહી વખતમાં ત્યાં સૂરજ કુંવરબાનો વિસામો હતો અને ત્યાં રહેતા લોકોના દાદા ત્યાં પગી તરીકે રહેતા હતા ત્યારથી તેનો પરિવાર ત્યાં રહે છે જોકે હાલમાં સ્થળ ઉપર હેતા લોકો પાસે તે અંગેનો કોઈપણ પ્રકારનો આધાર પુરાવો ન હોવાના કારણે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા  તમામ દબાણ તોડી પાડવામાં આવેલ છે.






Latest News