સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર ફેસબુક આઈડી ઉપર મૂકનાર સામે કાર્યવાહી


SHARE











મોરબીમાં વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર ફેસબુક આઈડી ઉપર મૂકનાર સામે કાર્યવાહી

વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને સોશિયલ મીડિયા ઉપર પોલીસ વિભાગની સતત નજર રહેતી હતી તેવામાં મોરબીમાં એક શખ્સ દ્વારા તેના ફેસબુક આઇડી ઉપર વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર મૂકીને દેશના સૈનિકનું મનોબળ તોડવા અને નાગરિકોમાં ભનો માહોલ ઊભો થાય તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા એકાઉન્ટના ધારક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એચ. ભટ્ટ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુમાભાઇ સુમરા નામની ફેસબુક આઇડી ઉપર જાણી જોઈને ઇરાદાપૂર્વક સોશિયલ મીડિયામાં ભારત પાકિસ્તાનના તણાવના સંજોગો વચ્ચે દેશના વડાપ્રધાનનું હાસ્યસ્પદ ચિત્ર મૂકવામાં આવ્યું હતું અને દેશના સૈનિકોનું મનોબળ તોડવા માટેનો તથા લોકોમાં ભનો માહોલ ઊભો થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી રાજ્ય વિરોધી ગુનો કરવામાં આવેલ હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે ફેસબુક આઇડીના ધારક તથા તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News