મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળા ગામે તબેલામાંથી 49 બોટલ દારૂ-24 બિયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ


SHARE













વાંકાનેરના ઠીકરીયાળા ગામે તબેલામાંથી 49 બોટલ દારૂ-24 બિયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ

વાંકાનેરના ઠીકરીયાળા ગામની સીમમાં આવેલ વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘોડા બાંધવાના તબેલામાંથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવેલ છે. 49 બોટલ દારૂ અને 24 બિયરના ટીન કબજે કર્યા હતા જો કે, આરોપી હાજર ન હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના ઠીકરીયાળા ગામની સીમમાં અજીતભાઈ રામકુભાઈ ખાચરની વાડીમાં દારૂનો જથ્થો હોવાનું બાતમી મળી હતી જેથી કરીને ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘોડા બાંધવાના તબેલામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 49 બોટલ તેમજ બીયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી કરીને કુલ 45,645 નો મુદામાલ કબજે કરેલ છે જો કે, પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે આરોપી અજીતભાઈ રામકુભાઈ ખાચર રહે. ઠીકરીયાળા વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે તજવીજ કરેલ છે.






Latest News