મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે પહોચ્યા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ: ચેકપોસ્ટ કાર્યરત, શંકાસ્પદ હિલચાલ ઉપર પોલીસની ચાંપતી નજર


SHARE













મોરબી જિલ્લાના નવલખી બંદરે પહોચ્યા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ: ચેકપોસ્ટ કાર્યરત, શંકાસ્પદ હિલચાલ ઉપર પોલીસની ચાંપતી નજર

મોરબી જિલ્લામાં આવેલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ નવલખી બંદરે પહોંચ્યા હતા અને બંદરની સુરક્ષાને લઇને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને બંદર સુધી આવવા જવાના તેમજ જીલ્લમાં આવવા જવાના રસ્તા ઉપર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. તથા યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દરિયાઈ કાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ શું કરવું અને શું ન કરવું તેની સમજ આપવામાં આવી હતી.

ઓપરેશન સિંદુર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બોર્ડરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ડ્રોન હુમલા થતા હોય તેવું પણ જોવા મળ્યુ હતુ જેથી મોરબી જિલ્લમાં સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતીની સમીક્ષા કરવા માટે આજે અશોકકુમાર યાદવ મોરબી જીલ્લાના નવલખી પોર્ટ ઉપર પહોચ્યા હતા ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેની સાથે રહ્યા હતા અને ખાસ કરીને બંદર તરફ આવવા જવાના રસ્તા અને જિલ્લાની અંદર આવવા જવાના મુખ્ય માર્ગ ઉપર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે

છેલ્લા ચાર દિવસથી ઓપરેશન સિંદુર અંતર્ગત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કચ્છ તથા જામનગર જિલ્લાની વચ્ચેના ભાગમાં મોરબી જિલ્લો આવેલ છે અને આ જિલ્લાને દરિયાઈ વિસ્તાર પણ લાગુ પડે છે જેથી માછીમારી કરવા માટે થઈને જતા માછીમારો તેમજ ગ્રામજનો સાથે આઇજીએ વાર્તાલાપ કર્યો હતો અને માળિયા તાલુકાના વવાણીયા, વર્ષામેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હાલની પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ તેના માટે સમજૂત કર્યા હતા. તથા આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ અથવા તો શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તેની પોલીસને જાણકારી આપવી અને તંત્ર તથા આર્મીને તમામ પ્રકારનો સહયોગ આપવા માટે લોકોને કહ્યું હતું.






Latest News