મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી મ.ન.પા.ની યુસીડી શાખા માનવ કલ્યાણ યોજના અંતર્ગય એક દિવસીય કેમ્પનું આયોજન


SHARE







મોરબી મ.ન.પા.ની યુસીડી શાખા માનવ કલ્યાણ યોજના અંતર્ગએક દિવસીય કેમ્પનું આયોજન

મોરબી મ.ન.પા.ની યુસીડી શાખા તથા માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થા દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગએક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા તથા માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાનના સંયુક્ત સહયોગ દ્વારા મોરબી શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તા.૧૪/૦૫/૨૦૨૫ના રોજ એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવશે. આયોજનાનો લાભ શહેરી વિસ્તારના જેવા કે, દૂધ/ દહીં વેચનાર, બ્યુટીપાર્લર, ભરતકામ, વાહન સર્વિસ કરનાર, પ્લમ્બર કામ કરનાર, સેન્ટીંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક રીપેરીંગ કરનાર, અથાણા/પાપડ બનાવનાર, પંચર કામ કરનાર, વગેરે જેવા કામ કરતા કારીગરો લઇ શકશે. અરજી સાથે જરૂરી આધારો જેવાકે, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, પાસ પોર્ટ ફોટા, આધાર સાથે લીંક મોબાઈલ તથા અરજદારનું એકરારનામું, સ્થળ:- મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખા, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવા શેરી, જુના બસ સ્ટેન્ડ પાસે, સરદાર રોડ ફોનનં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.






Latest News