મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની લુણસરીયા ફાટક પાસેથી 24 બોટલ દારૂ ભરેલ કાર સાથે ચાર શખ્સ પકડાયા: 1.82 લાખનો મુદામાલ કબજે


SHARE







વાંકાનેરની લુણસરીયા ફાટક પાસેથી 24 બોટલ દારૂ ભરેલ કાર સાથે ચાર શખ્સ પકડાયા: 1.82 લાખનો મુદામાલ કબજે

વાંકાનેરના થાન રોડ ઉપર લુણસરીયા ફાટક પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને 1,82,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કારમાં બેઠેલા ચાર શખ્સની ધરપકડ કરી હતી અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર થાન રોડ ઉપર આવેલા લુણસરીયા ફાટક પાસેથી ક્વિડ ગાડી નંબર જીજે 3 જેઆર 6534 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 24 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 32,400 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 1.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,82,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં બેઠેલ તરુણ ગજેન્દ્રભાઈ કુબાવત (31), સચિન ઉર્ફે ચો (37), મનદિપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા (24) તથા ચેતનસિંહ નાથુભા જાડેજા (25) રહે. બધા જ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાર્દિકભાઈ કાઠી રહે. થાન વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ગુનો નોધીને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News