મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો જેમાં તમામ શિક્ષકોનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષકોને હેલ્થ અને એક્સિડન્ટ વીમા પોલિસી કવર, શૈક્ષણિક કીટ, જાણતા રાજા નાટકની ટિકિટ પણ આપવામાં આવી હતી. આ વર્ષે શાળામાં નવા જોડાતા આચાર્યોને નિમણુંક સન્માનપત્રશાળા છોડતા આચાર્યોને વિદાય સન્માન સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા હતા. અને 31 શિક્ષકો અને મેનેજમેન્ટ વિભાગના 24 સભ્યોને શિલ્ડ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંકને પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ગાયત્રી પરિવારના સભ્યો , આર્યસમાજના સભ્યોમાતૃભૂમિ વંદના ટ્રસ્ટના સભ્યો સહિતના હાજર રહ્યા હતા. તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતુ






Latest News