મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કરિયારવર માટે ઉઘારમાં માલ અપાવનારે બાકીના રૂપિયા બાબતે વાત કરતાં ઈંટ વડે હુમલો


SHARE











વાંકાનેરમાં કરિયારવર માટે ઉઘારમાં માલ અપાવનારે બાકીના રૂપિયા બાબતે વાત કરતાં ઈંટ વડે હુમલો

ચંદ્રપુર ખાતે રહેતા યુવાને તેના મિત્રને ફર્નિચરની દુકાનમાંથી કરિયાવરનો સામાન બાકીમાં લેવડાવ્યો હતો જે પૈસા બાબતે યુવાને તેના મિત્રને ફોન કરતા બાકીમાં માલ લેનાર શખ્સે યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો દેવાની ના કહેતા યુવાનને સામેવાળાએ છૂટો ઈંટનો ઘા માથામાં માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર રહેતા ઇસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (45)એ  વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાદરભાઈ અલ્લારખાભાઈ સંધિ રહે. લાલપર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે આરોપીએ કમાન ફર્નિચરમાંથી કરિયાવરનો સામાન લીધેલો હતો જેના પૈસા બાકી રાખેલા હતા અને તેમાં ફરિયાદી વચ્ચે રહેલ હોય જે પૈસા બાબતે ફરિયાદીએ આરોપીને ફોન કરતા આરોપી ચંદ્રપુરના બોર્ડ પાસે આવ્યો હતો અને ત્યાં તેણે ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી ઉસકેરાઈ ગયો હતો અને ત્યાં પડેલનો ઈંટનો છૂટો ઘા કરીને ફરિયાદીને માથાના પાછળના ભાગે ઇજા કરેલ હોય ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

મહિલા સરવરામાં

મોરબીમાં ગ્રીન ચોક પાસે રહેતા ગીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ (45) નામના મહિલાને ખાટકી વાસ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રવાપર નજીક બોની પાર્કમાં રહેતા પરમાર નવઘણભાઈ ખોડાભાઈ નામના વ્યક્તિને હનુમાન મંદિર પાસે બાઈક ચાલકે ટક્કર મારતા ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News