સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગ્રીન ચોક પાસે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE











વાંકાનેરના ગ્રીન ચોક પાસે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેરના ગ્રીન ચોક પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 800 રૂપિયાની રોકડ તથા મોબાઈલ મળી 5,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ શખ્સ મોબાઇલમાં જેની સાથે સટ્ટો રમતો હતો તેની પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગ્રીન ચોક પાસે જાહેરમાં આઓપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હુસેનભાઈ વાલીમામદ સેખા (38) રહે. લક્ષ્મીપરા નં-3 વાકાનેર વાળો ક્રિકેટ સટ્ટાના સોદા મોબાઈલ ફોન ઉપર લખાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 800  રૂપિયાની રોકડ તથા 5,000 ની કિંમતનો ફોન આમ કુલ મળીને 5,800 ની કિંમત કબજે કર્યો છે અને જે શખ્સ સાથે હુસેનભાઈ શેખા સટ્ટો રમતો હતો તે શખ્સના મોબાઈલ નંબર આધારે તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન વસંતભાઈ (39) તથા રવિપ્રસાદ વસંતભાઈ (27) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ભાવનાબેનને માથાના ભાગે ઇજા થઈ હોવાથી ટાંકા આવ્યા હતા. આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News