મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હોટલ પાસે જમ્યા બાદ ઉભેલા બે વ્યક્તિને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE







વાંકાનેર નજીક હોટલ પાસે જમ્યા બાદ ઉભેલા બે વ્યક્તિને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ હોટલ પાસે જમ્યા બાદ બે વ્યક્તિ રોડ પાસે ઉભા હતા દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવેલ કારના ચાલકે તે બંને વ્યક્તિને હડફેટે લેતા એક વ્યક્તિને માથા અને જમણા હાથમાં ઇજા થઈ હતી જ્યારે બીજા વ્યક્તિને ડાબા પગના સાથળમાં તથા કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના ગોલીયાર ગામે રહેતા નૂરાખાન સફૂરખાન કુંભાર (25) એ કાર નંબર જીજે 36 એલ 9229 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ વતન હોટલ પાસે ફરિયાદી તથા સિકંદરખાન અબ્બાસખાન જમ્યા પછી બહાર રોડના ભાગે ઉભા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી કાર ચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને તેણે ફરિયાદી તથા મરણ જનારને હડફેટે લેતા ફરીયાદીને માથા અને જમણા હાથમાં ઇજા થઈ હતી જ્યારે મરણ જનાર સિકંદરખાનને ડાબા પગના સાથળ અને કાંડાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક ચોરી

મોરબીમાં ઋષિકેશ સ્કુલની સામેના ભાગમાં આવેલ કમલા પાર્ક વિસ્તારમાં રહેતા વનરાજભાઈ નાનુભાઈ વાઢેર (26) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે મોરબીમાં પાડાપુલ નીચે સ્વામીનારાયણ મંદિર તરફ જતા રસ્તે તેણે પોતાનું બાઈક નંબર જીજે 1 જેડબલ્યુ 6413 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News