મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ધામે રવિવારે, ભંગેશ્વર મહાદેવ મંદિરે દર શનિવારે નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE







મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ધામે રવિવારે, ભંગેશ્વર મહાદેવ મંદિરે દર શનિવારે નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

અમદાવાદની શેલ્બી હોસ્પિટલ તેમજ મોરબી સિરામિક એસોસિયેશન અને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ-મોરબીના સંયુકત ઉપક્રમે મલ્ટીસ્પેશિયાલિટી નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.કેમ્પ તા.૨૮-૧૧ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જીઆઈડીસી રોડ, મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.કેમ્પમાં ઘૂંટણ તથા અન્ય સાંધાની તકલીફ, કરોડરજ્જુની તકલીફ, કિડની-પેશાબની તકલીફ, નાક કાન ગળા તેમજ પેટ તથા આંતરડાને લગતી તકલીફો માટેના નિષ્ણાંત સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો હાજર રહેશે.આ કેમ્પમાં સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ.નિતીન બુધ્ધદેવ, ડૉ.અંકુર મહિન્દ્રુ, યુરોસર્જન ડૉ.નીલય જૈન, નેફ્રોલોજિસ્ટ ડૉ.મયંક શાહ, ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ.અવની શાહ, લેપ્રોસ્કોપીક સર્જન ડૉ.હાર્દિક પટેલ તથા સ્પાઇન સર્જન ડૉ.અનિલ સોલંકી પોતાની સેવાઓ આપશે.કેમ્પમાં આવનાર દર્દીએ પોતાના જૂના રિપોર્ટની ફાઇલ લઇને આવવું. શેલ્બી હોસ્પિટલ વિશ્વ વિખ્યાત  ઘૂંટણના સાંધા બદલવાનું નિષ્ણાંત સર્જન ડૉ.વિક્રમ શાહ દ્વારા સંચાલીત પશ્ચિમ ભારતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ છે.શેલ્બી હોસ્પિટલ વિશ્વનું સૌથી મોટું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર છે.એક અંદાજ પ્રમાણે ભારતભરમાં થતી ઘૂંટણના સાંધાઓ બદલવાની કુલ સર્જરીઓમાંથી ૧૫ ટકા જેટલી સર્જરીઓ ફક્ત શેલ્બી દ્વારા કરવામાં આવે છે.ડૉ.નિતીન બુધ્ધદેવએ વધુમાં જણાવ્યું છેકે શેલ્બી હોસ્પિટલના વિવિધ સુપરસ્પેશ્યલિસ્ટ ડોક્ટરો જયારે પોતાની નિઃશુલ્ક સેવા માટે મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીવાસીઓએ જરૂરીયાત મુજબના તબીબની સેવાનો લાભ લેવો જોઈએ.સિરામિક એસોસિએશનના પ્રમુખએ પણ જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય એ છે કે આ પ્રકારના કેમ્પ દ્વારા મોરબી જિલ્લાની પ્રજાને વિશ્વ કક્ષાની સર્વશ્રેષ્ઠ સારવારનો લાભ ઘરઆંગણે વિનામુલ્યે મળે.

 ભંગેશ્વર મહાદેવ મંદિરે એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ

વાંકાનેર નજીકના તિથવા ગામે આવેલા ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર શનિવારે એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાનાર છે.ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હંસરાજભાઈ ભવાનભાઈ હાલપરાના માર્ગદર્શન હેઠળ એક્યુપ્રેસર પ્રદ્ધતિથી સર્વરોગનું નિદાન-સારવાર કરવામાં આવશે.એક્યુપ્રેસર પદ્ધતિ એટલે અંગુઠા અને આંગળી વડે નસમાં દબાણ આપી લોહીને હરતું ફરતું કરી શરીરને નિરોગી રાખવાની સરળ પદ્ધતિથી ૧૦ મિનિટમાં કોઈપણ પ્રકારના દુઃખાવામાં રાહત થાય છે.કેમ્પમાં સાંધાના દુખાવા, કાનનો દુખાવો, એલર્જીની શરદી, કેલ્શિયમની ખામી, માથાનો દુખાવો, પેટમાં દર્દ, ધાધર, ખરજવું, પાન-માવા છોડવા, મોઢા ખોલવા, આંખના નંબર ઉતારવા, નિઃસંતાનપણુ દૂર કરવું સહિત તમામ રોગોની સારવાર કરવામાં આવશે. વધુ માહિતી માટે શ્રી મહાકાળી હેલ્થકેરના પી.એન.પટેલ (મો.૯૫૫૮૦ ૨૮૦૩૦) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News