મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી શહેરી-તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબી શહેરી-તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો મે-૨૦૨૫ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૮/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોરબી સીટી તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ મે સુધીમાં મોરબી (શહેરી) તાલુકા કક્ષાએ સીટી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે મોરબી સીટી તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અને અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અને અગાઉ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદાર (શહેર)ની યાદીમાં જણાવાયું છે.

મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવાનુ છે. 






Latest News