જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસીવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો: મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત


SHARE











નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસીવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો: મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવેલ છે જો કે, ખરીફ પાક માટે ખેડૂતોને ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવે છે પરંતુ કેનાલના કામ અધૂરા છે જેથી કેનાલમાંથી પાણી મળશે કે કેમ તે સવાલ હતો જેથી આજે ધારાસભ્યની આગેવાનીમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને ખેડૂતોની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના લીધે કામમાં વિલંબ થઈ રહ્યો છે, અધિકારીઓ ફોનનો ઉપાડતા અને ભ્રષ્ટાચાર કરે છે તેવા ગંભીર ક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે જેમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલનો સમાવેશ થાય છે આ ત્રણેય કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેમાંથી હળવદ, મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોય છે અને તેના થકી ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક લઈ શકતા હોય છે દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા પાકનું આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે આ વખતે નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી ક્યારે છોડવામાં આવશે તે પ્રશ્ન હતો કારણ કે ગત માર્ચ મહિનાથી આ ત્રણેય કેનાલોની અંદર નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને કેનાલના રીપેરીંગ કામ માટે થઈને નર્મદાનું પાણી બંધ કરાયું છે જોકે અધિકારીઓની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરની ડાંડાઈના લીધે મોટા ભાગની કામગીરી આજની તારીખે અધૂરી છે.

જેથી નર્મદાની કેનાલમાં આ વર્ષે ચોમાસા પહેલા પાણી છૂટશે કે કેમ તે પ્રશ્ન હતો માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિક્ષક ઇજનેર નીતિનભાઈ પટેલ તેમજ અધિકારીઓની હાજરીમાં ત્રણે તાલુકાના ખેડૂત આગેવાનોને મોરબીના સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં ખેડૂતોના નર્મદાની કેનાલને લગતા જે વિવિધ પ્રશ્નો હતા તેની રજૂઆતો સાંભળવામાં આવી હતી આ ઉપરાંત કેટલાક ખેડૂતોના કેનાલને લગતા વ્યક્તિગત પ્રશ્નો પણ હતા જેનો પણ ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ખેડૂતોએ નર્મદાનાં અધિકારીઓએ ઉપર એવા ગંભીર ક્ષેપો કર્યા હતા કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, પાણી વેચવામાં આવે છે એટ્લે જ તો છેવાડા સુધી પાણી પહોંચતું નથી, અધિકારીઓ ખેડૂતો આગેવાનોના ફોન રિસીવ કરતા નથી.

જેથી ધારાસભ્ય કાંતિભાઈએ કહ્યું હતું કે, અધિકારીખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામાં મૂકી દે, કેમ કે, ખેડૂતોને કેનાલમાં કયારે પાણી આવશે કયારે કામ પૂરું કરવામાં આવશે વિગેરે જેવી માહિતી અધિકારી પાસેથી જોઈતી હોય છે અને તેના આધારે તે પોતાની ખેતીમાં પાકનું વાવેતર કરવા માટેનું આયોજન કરવતા હોય છે. હાલમાં કેનાલ રિપેરિંગની જે કામગીરી ચાલે છે તેના ઉપર દેખરેખ રાખવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનોની ત્રણેઉ કેનાલ માટે એક-એક કમિટીની રચના કરવામાં આવી છે અને જો કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હશે તો કામ બંધ કરાવવા માટે ધારાસભ્ય દ્વારા ખેડૂત આગેવાનોને કહેવામા આવ્યું છે તેમજ આ મિટિંગમાં આગામી 31 મે થી નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી છોડવા માટેનો નિર્ણય કરવામા આવેલ છે.

અધિકારીઓએ સામેના આક્ષેપોના પુરાવા આપશે તો કાર્યવાહી કરાશે: આધિક્ષક ઇજનેર

મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં જે મિટિંગ મળી હતી તેમાં ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓએ ઉપર ગંભરી આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી કરીને આ બાબતે સૌરાષ્ટ્ર શાખા નહેર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર નીતિનભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતો અને તેમના આગેવાનોના ફોન રિસીવ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વારંવાર ફોન ન ઊપડતાં હોવાની ફરિયાદ આવશે તો તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે પરંતુ કોઈ પુરાવ આપવામાં આવશે તે દિશામાં પણ એક્શન લેવામાં આવશે.






Latest News