સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના હરિપર પાસે વાહનમાં ટાયર બદલતા યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત 


SHARE











માળીયા(મી)ના હરિપર પાસે વાહનમાં ટાયર બદલતા યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત 

માળીયા કંડલા હાઈવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે યુવાન ટ્રેલરમાં ટાયર બનાવવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ બીજા ટ્રેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાન ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે હાલમાં ફરિયાદ લઈને અકસ્માત સર્જી ઘટના સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયેલા ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં ગાંધીધામના ગળપાદર ગામે રહેતા રજનીકુમાર જગતનારાયણ તિવારી જાતે બ્રાહ્મણ (૩૩)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર જીજે ૧૨ વાય ૬૧૧૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગઈકાલે માળીયા કંડલા હાઇવે ઉપર હરીપર ગામના પાટિયા પાસે હતા અને ત્યારે તેઓનો ટ્રકટ્રેલરને રોડની સાઈડમાં પાર્ક કરીને ટ્રેલરનંબર જીજે ૧૨ વાય ૭૫૧૧ માં દિનેશભાઈ પારસનાથ પાંડે (ઉંમર ૩૩) ટાયર બનાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રેલરના ચાલકે પોતાના વાહનની અડફેટે દિનેશભાઈને લીધા હતા જેથી કરીને ટ્રેલરના પાછળના જોટામાં આવી જવાના કારણે પેટની નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને શરીર ચગદાઈ જવાથી દિનેશભાઈનું મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં રજનીકુમારની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.






Latest News