મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનગી હોસ્પિટલના પગથિયાં ચડતા સમયે આચકી આવતા સગર્ભા મહિલાનું મોત


SHARE







મોરબીમાં ખાનગી હોસ્પિટલના પગથિયાં ચડતા સમયે આચકી આવતા સગર્ભા મહિલાનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલા સીડી ચડીને ઉપર જતી હતી ત્યારે તેને અચાનક આંચકી આવતા તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તે મહિલા અને ગર્ભમાં રહેલ બાળક બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી મહિલાના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સનાળા રોડ ઉપર સ્કાય મોલની પાછળના ભાગમાં આવેલ હદાણીની વાડીમાં રહેતા મહિપતભાઈ લાધાભાઈ કંઝરિયાના પત્ની કીર્તિબેન મહિપતભાઈ કંઝરિયા (29) સગર્ભા હોય તેઓને ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કલરવ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલની સીડીઓ ચડતા હતા ત્યારે અચાનક કીર્તિબેનને આકી આવતા તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ કલર હોસ્પિટલના ડોક્ટરે કીર્તિબેનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને તેના ગર્ભમાં રહેલ બાળકનું પણ મોત નીપજયું હતું જેથી મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવે છે આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News