મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૩ એપ્રિલે વાંકાનેરના કોઠી તથા ૨૪ એપ્રિલે મોરબીના આમરણ પી.એચ.સી ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં ૨૩ એપ્રિલે વાંકાનેરના કોઠી તથા ૨૪ એપ્રિલે મોરબીના આમરણ પી.એચ.સી ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે


કેમ્પમાં કેન્સરના નિષ્ણાંત ડોક્ટર્સ નિ:શૂલ્ક સેવા આપશે; કેમ્પનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો


મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩-૪ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪-૪ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯:૩૦ વાગ્યાથી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી વિવિધ પ્રકારના કેન્સરના રોગ અંગેના નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી વિવિધ કેન્સર રોગના નિષ્ણાંત ડોકટર સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓની આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ જાહેર જનતાને આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News