મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે


SHARE







આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે

મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત તથા ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણની યાદી જણાવે છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન મુ.ટાટમ, તા.ગઢડા, જી.બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે, તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્ર ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.  આ વર્ગ માં મોરબી જીલ્લા માંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત મો.૯૪૨૯૪ ૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ મો.૮૯૦૫૧ ૨૩૪૫૧ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના શહેરનાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી મો.૮૭૫૮૧ ૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧ પર સંપર્ક કરવો. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવા માં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત નો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવો.






Latest News